dohad

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા
ગલાલિયાવાડ પ્રા.શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.

Published

on


_


દાહોદ તાલુકા ના ગલાલિયાવાડ ગામ ની પ્રા.શાળા માં રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ના સેક્રેટરી હીરાલાલ સોલંકી , પૂર્વ પ્રમુખ રો.વીણાબેન પલાસ , પૂર્વ સેક્રેટરી રો.શબ્બીર નગદી રો.દેવાભાઇ રાઠોડ, રો.રતનસિંહ રાઠોડ , રો.હસમુખ અગ્રવાલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી, શાળા નાં શિક્ષકો એ મહેમાનો નું પુસ્તકો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. રો.વીણાબેને રોટરી ક્લબ દ્વારા કરાતી વિભિન્ન સેવાકિય પ્રવૃત્તિ ની જાણકારી આપી હતી, ક્લબ નાં સેક્રેટરી હીરાલાલ સોલંકી એ શિક્ષકો નાં સન્માન પ્રસંગે શિક્ષકો જીવન જીવવાની કળા શીખવે છે, નોકરી કરતા – કરતા ઉત્તમ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શિક્ષકો નું સન્માન જરૂરી હોવાનું જણાવ્યું હતું.
રોટરી ઇન્ડિયા લિટરેસી મિશન અંતર્ગત ગલાલિયાવાડ પ્રા.શાળા ના વિશેષ
કાર્ય દ્વારા શાળા અને વિદ્યાર્થીઓ ને ઉપયોગી નેશન બિલ્ડર નું કાર્ય કરતા શિક્ષકો 1.સતિષભાઈ પરમાર 2.અમિત ભાઈ શાહ 3.પિનાકીનબેન પટેલ 4.લતાબેન પટેલ 5.રમેશભાઈ સંઘાડીયા ને તેઓની કામગીરી ને ધ્યાને રાખી પ્રમાણપત્રો અને ખેસ અર્પણ કરી સન્માન કરાયું હતુ. શાળા માં નિયમિતતા,કસોટી એકમ માં સારા માર્ક મેળવનારા, શાળા અને પરિવાર ને મદદરૂપ થાય તેવા વિદ્યાર્થીઓ નું તેઓને ઉપયોગી નિવડે તેવા પુસ્તકો આપી સન્માન કરાયું હતું.શાળા ના 200 જેટલા વિદ્યાર્થીઓ એ ઉપસ્થિત રહી કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.
શાળા ના આચાર્ય લવિન્દ્ર સંઘાડા એ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા કરાઈ રહેલી સેવાકિય પ્રવૃત્તિ ની સરાહના કરી હતી.ક્લબ દ્વારા કરાયેલ સન્માન શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ નું સંચાલન શાળા નાં શિક્ષક સતિષભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું.કાર્યક્રમ નું સમાપન શાળા ના શિક્ષક અમિતભાઈ શાહ એ આભાર પ્રગટ કરી કર્યું હતુ.

Trending