તા.16/9/2022 નાં રોજ દાઉદી વ્હોરા સમાજ ની મૂક બધિર અને મંદ બુદ્ધિ ની યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેનો રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ દીપેન્દ્ર સિંહ સિસોદિયા,મંત્રી હીરાલાલ સોલંકી અને રોટરી સદસ્યો વિના બેન પલાસ, ખાનચંદ ઉડવાની , શબ્બીર નગદી,હુસેભાઈ મુલ્લાં મીઠા દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી આરોપી ને કડક માં કડક સજા થાય અને આ પ્રકાર ના અન્ય ગુન્હાઓ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીના ને આવેદન આપવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીના એ ક્લબ નાં સદસ્યો ને યુવક યુવતીઓ માં જાગૃકતા આવે તે માટે પોકશો એકટ ની જાણકારી આપવી જોઈએ અને તે થકી ગુન્હા રોકી શકાશે તેમ જણાવ્યું હતું.