dohad

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા “વૃદ્ધ દિવસ” ની ઉજવણી કરાઇ

Published

on

દાહોદ શહેર માં રહેતા વરિષ્ઠ – વૃદ્ધ જનો ને ” વૃદ્ધ દિવસે “આમંત્રિત કરી તેઓ નાં જીવન નાં વિચારો નાં આદાન- પ્રદાન દ્વારા અનુભવો નાં સારા કાર્યો ને યાદ કરાયા હતા. વરિષ્ઠ જનો નું ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. સાથે – સાથે ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉપસ્થિત વરિષ્ઠ જનો ને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં સેક્રેટરી હીરાલાલ સોલંકી એ ક્લબ ની વિભિન્ન સેવાકીય પ્રવૃતિઓ ની જાણકારી અપાઈ હતી અને ક્લબ વરિષ્ઠ જનો ની સાર સંભાળ કરી સેવા કાર્ય પણ કરે છે. જેની જાણકારી અપાઈ હતી કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ નાં સદસ્યો રતનસિંહ બામણીયા ,દેવાભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમ ને સફળતા માટે વીણાબેન પલાસ, શબ્બીર નગદી , અલીભાઈ ચુનાવાલા, કાલિદાસ ભાઈ ગાંધી, હુસેનભાઇ મુલ્લાં મીઠા એ સહકાર આપ્યો હતો.
કાર્યક્રમ માં ઉપસ્થિત વરિષ્ઠ જનો એ રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ ની વૃદ્ધ જનો નાં સન્માન અને ભોજન ની વ્યવસ્થા ની સરાહના કરી હતી.

Trending