dohad

આદ્ય શક્તિ માં અંબાના શક્તિ,ભક્તિ, અને આરાધના ના પાવન પ્રસંગે

Published

on

આદ્ય શક્તિ માં અંબાના શક્તિ,ભક્તિ, અને આરાધના ના પાવન પ્રસંગે આજ રોજ મધવાસ સમાજઘર વાડી ખાતે બાવન લેઉવા પાટીદાર સમાજના શિખર પુરુષ પરમ શ્રદ્ધેય શ્રી બાબુભાઈ એચ પટેલ સાહેબની અધ્યક્ષપણા હેઠળ પુરુષ કારોબારીની સાથે સાથે મહિલા કારોબારી સભા મળી, સભામાં સમાજના મંત્રી શ્રી કે એસ પટેલ, સમાજના ઉપપ્રમુખશ્રી પી.એસ પટેલ, ઉપપ્રમુખશ્રી આર.ડી.પટેલ, સહમંત્રી શ્રી એચ એસ પટેલ, ખજાનચી શ્રી જયંતિભાઈ પૂર્વ પ્રમુખશ્રી, પૂર્વમંત્રીશ્રી સમાજની વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ મહિસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખશ્રી મંત્રીશ્રી તેમજ કારોબારી સભામાં રાજસ્થાનના વાગડ પ્રદેશની ભૂમિના વારસદાર પાટીદાર સમાજના સૌ સન્માનિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. *સૌપ્રથમ સન્માનીય ગામના આગેવાન અને સમાજના પૂર્વ મંત્રી શ્રી જે એન પટેલ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન કર્યું. મધવાસ ગામના લેખા-જોખા સાથે સમાજમાં ગામના સૌ આગેવાનોનું યોગદાન ગામની પ્રગતિ યુનિટીની વાત કરી સૌને હૃદયના ઉમળકાથી આવકાર આપવામાં આવ્યો...* *સૌ પ્રથમ મહિલા કારોબારીનો શુભારંભ કરવામાં આવ્યો મહિલા મંત્રીશ્રી ઉર્મિલાબેન દ્વારા કાર્ય સૂચિ પ્રમાણેની વાત કરી સમાજના રીત રિવાજો પાળી સમાજને નવી દિશા આપવા મહિલા કારોબારીને આહવાન કરવામાં આવ્યું. મહિલા પ્રમુખશ્રી રશ્મિકાબેન દ્વારા જે ઠરાવો કરવામાં આવેલા છે તે સૌ મહિલા કારોબારી સમક્ષ બહુમતીથી બહાલી લઈ પ્રામાણિકપણે રીત રિવાજો પળાઈ તે માટે સંકલ્પ લેવડાવ્યા...* *સમાજના મંત્રીશ્રી કાંતિભાઈ એસ પટેલ દ્વારા કારોબારી સભાની શરૂઆત કરવામાં આવી સૌપ્રથમ પ્રોસીડીંગ વંચાણે લઈ બહાલી લેવામાં આવી ત્યારબાદ સમાજના પ્રશ્નો બાબતે ચર્ચા કરી સુખદ ઉકેલ આવે તેવી વાત કરવામાં આવી, આગામી શિયાળુ લગ્નોત્સવ નિમિત્તે બ્રાહ્મણ દ્વારા તારીખો જોવામાં આવી. રાજસ્થાન થી ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પાટીદાર સમાજની હૃદયની ભીતરમા રહેલી ઉત્કૃષ્ટ શક્તિઓનો સમાજના વિકાસમાં યોગદાન બની રહે મહિલાઓ પોતાની દીકરીઓને સાચા સંસ્કાર આપી વાદ વિવાદથી દૂર રહેવા બાબતે ખૂબ સુંદર વાત કરી મહિલા શક્તિને પણ બિરદાવવામાં આવી સમાજમાં એકબીજાને મદદરૂપ થઈ સામાજિક પ્રસંગોમાં ખર્ચ ઓછો કરી બાળકોના એજ્યુકેશનમાં પૈસાનો ખર્ચ કરવા બાબતે ખૂબ સુંદર વાત કરવામાં આવી. ત્યારબાદ સંહમંત્રી શ્રી એચ એસ પટેલ દ્વારા આભાર દર્શન કરી રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ અલ્પાહાર લઈ છૂટા પડ્યા.*

Trending