dohad

લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોચ્યાં વરરાજા, વોટ આપી ફરજ નિભાવી,   લોકસભાની ચૂંટણીને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

Published

on

લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવા પહોચ્યાં વરરાજા, વોટ આપી ફરજ નિભાવી,

દાહોદ****લોકસભાની ચૂંટણીને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાનના આ દિવસે જ્યાં વરરાજા લગ્નના મંડપમાં પહોચતા પહેલા મતદાન બુથ પર પહોચી પોતાની ફરજ નીભાવી છે.

દાહોદના ધાનપુર ગામે વરરાજા પર્વત ભાઈ પરમારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કરવા પહોચ્યાં છે. ધાનપુરના કોટમંબી ગામના તે રહેવાસી છે આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પણ લગ્ન કરતા પહેલા દેશ તરફી પોતાની ફરજ અદા કરવા મતદાન મથકે લગ્નના પોશાકમાં મતદાન કરવા પહોચ્યાં હતા.

કોટમંબી ગામના વરરાજા પર્વત ભાઈ જાન લઈને જતા વરરાજા મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે ગરબાડા વિધાનસભામાં મતદાન કર્યું હતુ અને મતાધિકારની ફરજ નિભાવી હતી.

જોકે આવી ઘટના અમદાવાદ ગ્રામ્યમાં પણ જોવા મળી હતી. અહીં વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં લગ્ન કરવા જતા પહેલા વરરાજાએ મતદાનની ફરજ નિભાવી હતી.

વિરમગામ તાલુકના ઓગણ ગામમાં રોહીત ઠાકોર નામના વરરાજાએ લગ્ન પહેલા પોતાની ફરજ નીભાવી મતદાન કર્યું હતુ.

સોનગઢ નગરમાં એક યુવક દ્વારા અનોખી રીતે મતદાન કરવા પહોચ્યો હતો. જ્યાં તે બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં વરરાજાનો ડ્રેસ પહેરી ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ સોની નામના યુવક દ્વારા મતદાન મથક ખાતે જઈ મતદાન કર્યું હતુ.

Trending